Nawanagar Time
ગુજરાત જામનગર

દેશના વિકાસમાં મહિલાઓનો હિસ્સો પુરૂષો જેટલો જ: સરોજબેન વિરાણી

womens-share-in-the-development-of-the-country-is-as-much-as-men-sarojben-virani

જામનગર:-નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા-ન્યુ દિલ્હીના આર્થિક સહયોગથી, ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘ-જામનગર તથા જામનગર જિલ્લા મહિલા સોશ્યલ ગ્રુપ-જામનગરના સંયુકત ઉપક્રમે, આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે સહકારી  દ્વારા મહિલાઓનું આર્થિક, સામાજિક સશક્તિ કરણના વિષય વસ્તુ સાથે એક જિલ્લા કક્ષાના મહિલા સહકારી સેમિનાર ગુજરાત રાજ્ય સહકારી સંઘ-અમદાવાદની મહિલા સહકાર સમિતિના ચેરપર્સન શ્રીમતિ દિપ્તીબેન પટેલના પ્રમુખસ્થાને યોજાઇ ગયો.

સેમીનારની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જામનગર જિલ્લા સહકારી સંઘના ડીરેકટર સરોજબેન વિરાણીએ જણાવેલુ કે દેશની વસ્તીનો 50 ટકા હીસ્સો મહીલાઓનો  દેશના આર્થિક વિકાસમાં જેટલો પુરૂષોનો હીસ્સો છે તેટલો જ મહીલાઓનો પણ રહેલ છે. મહિલા કોલેજના પ્રોફેસર ભાનુબેન પટેલે જણાવેલ કે અતયારે રૂઢીગત સમાજ જે હતો તેમાં પરીવર્તન આવતુ જાય છે, સ્ત્રીએ પુરૂષ સમોવડી થવાના ઉત્સાહમાં કયાંક-કયાંક કયારેક અવિવેકની સમજદારીની નવી જ સમસ્યાઓ આજે સમાજ સામે આવીને ઉભી રહી છે.

એમ માને છે કે મને મારા નિર્ણયો લેવાનો હક્ક છે જે સાચી વાત છે પરંતુ નિર્ણયોના પરીણામોનો વિચાર કરવાની દરકાર રખાતી નથી ત્યારે સમસ્યાઓ ઉભી થતી હોય છે અને સમાજ માટે એનો ઉકેલ લાવવો મુશ્કેલ થઇ પડે છે.

સાંસદ સભ્ય પૂનમબેન માડમે પોતાના પ્રવચનમાં જણાવેલ કે દર વર્ષે ભલે  માર્ચ મહિલાદિન તરીકે ઉજવાતો હોય તો પણ મહિલા માટે તો દરેક દિવસ ખાસ દિન હોય છે સ્ત્રીનું મહત્વ સમજાવતા જણાવેલ કે દરેક પરિવારના પાયામાં એક સ્ત્રી જ રહેલી હોય છે જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર એ ઘર નથી, સ્ત્રીએ કરૂણા, પ્રેમ, ત્યાગ અને બલિદાનની મૂર્તિ છે આપણા  પણ સ્ત્રીના ચાર સ્વરૂપો વર્ણવ્યા છે. કાર્યેષુ મંત્રી, કરણે સુદાસી, ભોજયે સુમાતા, શયને સુરંભા, આ ચાર સ્વરૂપે સ્ત્રીએ સમાજની સેવા કરે છે. આ સેમીનારના પ્રમુખસ્થાને ઉપસ્થિત ગુજરાત રાજ્ય સહકારી સંઘની મહિલા સહકાર સમિતિના ચેરપર્સન શ્રીમતી દીપ્તીબેન પટેલે જણાવેલ કે ભારતના બંધારણમાં સ્ત્રી અને પુરૂષને સમાન હક્ક આપવામાં આવ્યો છે.  તેની જાણકારી બધી બહેનોને હોતી નથી અને આમ પણ ભારતીય સમાજ એ પુરૂષ પ્રધાન સમાજ છે.

 

Related posts

વાલીઓને રાહત: ફીના વિવાદ વચ્ચે 19મીથી આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ

Nawanagar Time

ડે.ડીડીઓના સંપર્કમાં આવેલા ટીડીઓ, કર્મચારીના લેવાયા સેમ્પલ

Nawanagar Time

જામનગર તાલુકામાં 9 કરોડના એપ્રોચ રોડના માટીકામ કૌભાંડથી ખળભળાટ

Nawanagar Time

Leave a Comment