Nawanagar Time
Uncategorized

જલ્લા પંચાયતમાં મંજૂર થયેલાં કામો પૂર્ણ ન થતાં આશ્ર્ચર્ય!

work-done-in-district-panchayat-is-not-complete

ગ્રામ્ય માર્ગો, કોઝ-વે, પુલિયા, સડક, બ્લોક, પાકા રોડ સહિતના 139 કામો પૂરાં થતાં જ ન હોય ગ્રામ્યજનો સુવિધા વિહોણા

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષ 16-17 અને વર્ષ 17-18ના મંજુર થયેલા કામો પુરા જ થતા નથી, ગ્રામ્ય માર્ગો, કોઝવે, પુલીયા, નાલા, સડક, બ્લોક, પાકા રોડ સહીતના 139 કામો પુરા થતા જ ન હોય ગ્રામ્યજનોની સુવિધા વિહોાણા જ રહ્યાં છે.

પંચાયત માર્ગ-મકાન વિભાગ સુસ્તીમાં જ રહે છે
જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ સામે અનેક ફરીયાદો વારંવાર ઉઠે છે આ કચેરીમાં દરેક ટેબલનો સંકલનનો અભાવ છે, તેમજ તાલુકાની કચેરીઓ સાથે સંકલન રહેતુ નથી ઉપરાંત વન વિભાગ, રેવન્યુ, સ્ટેટ પીડબલ્યુડી સહીતના વિભાગો સાથે પણ સંકલન રખાતા નથી એટલું જ નહીં કામની સાઇટ ઉપર નિયમીત વિઝીટ થતી નથી અને આયોજન કચેરીનું ફોલોઅપ પણ નિયમીત લેવાતા ન હોય વિકાસ કામો તો ઠીક છે પરંતુ પ્રાથમિક સુવિધાના કામ પણ થતા નથી.

જિલ્લા કક્ષાની મીટીંગમાં પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેરએ જણાવ્યા મુજબ 2017-18ની સાલમાં કુલ 81 કામો મંજુર થયેલ છે જેમાંથી 37 કામો પ્રગતિ હેઠળ છે આ કામોની 25 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે, મતલબ કે 75 ટકા કામ બાકી છે, આ કામોના વર્કઓર્ડર તાજેતરમાં અપાયા છે તેમજ ચોમાસાની સીઝનમાં કામ બંધ રહે છે ત્યારબાદ ફરીથી શરૂ થાય છે માટે વિલંબ થાય છે છેલ્લા વર્ષના મંજુર થયેલા 81 કામોમાંથી 69 કામોના ટેન્ડર બહાર પાડી દેવાયા છે, જેમાંથી 37ના વર્ક ઓર્ડર અપાયા છે અન્ય બાકી પ્રક્રિયામાં 13 કામોના ટેન્ડરો બહાર પાડવાના બાકી છે, ર કામોની ટેકનીકલ મંજુરીની પ્રકિ્રયા ચાલે છે પાંચ કામો મેજર બ્રીજના છે જે સમય લાગે તેવા છે, 3 કામોમાં જમીન સંપાદનના પ્રશ્ર્ન છે.

આમ સરકારી રાહે અપાયેલા જવાબ ઉપરથી તારણ નીકળે છે મંજુર કામો ઝડપી પુરા થાય તેવી ઇચ્છા શકિત નથી હોતી તેવી જ રીતે વર્ષ 16-17ના 58 કામો હજુ બાકી છે.

Related posts

કાલથી ન્યૂઝ પેપર વિતરણ બંધ

Nawanagar Time

જામનગરમાં ખુલ્લેઆમ ટ્રાફિકમાં થતાં ભ્રષ્ટાચાર મુદ્દે ઉઠાવેલો અવાજ દબાઈ ગયો

Nawanagar Time

ચણા, તુવેર-અળદ સહિત કઠોળના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, સપ્લાયમાં વધારો થવાની આશા

Nawanagar Time

Leave a Comment