Nawanagar Time
ગુજરાત

કાલાવડ તાલુકામાં 33 કરોડના ખર્ચે રસ્તાના કામ મંજૂર

work-of-road-works-at-the-cost-of-rs-33-crore-in-kalavad-taluka

કેબિનેટ મંત્રી ફળદુની જહેમતથી ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાના કામ મંજૂર થતાં લોકોમાં ખુશીની લાગણી

કાલાવડ:-કેબીનેટ મંત્રી આર.સી. ફળદુની જહેમતથી ભાવાભી ખીજડિયાથી ખરેડીથી ડેરી નિકાવાથી નાના વડાળાથી ડેરી રોડ, કાલાવડ રોડ ઉપરના સુરસાંગડા વાળી ગોલાઇ દુર કરવા માટે તેમજ જામનગર, લાલપુર, પોરબંદરના કુલ મળીને 36 કીમી  રકમ રૂા. 33 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મંજૂર કરાવતાં ગ્રામજનો ખુશ ખુશાલ થઇ ગયા હતાં. લોક સૂવિધાના કામો મંજૂર કરાવવા સતત જહેમત ઉઠાવતા કાલાવડના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુએ વધુ અનેક અત્યંત જરૂરી કામો સરકારમાંથી મંજૂર કરાવ્યા છે તેમાં ખુબ મહત્વના એવા જામનગર લાલપુર  10 કીમી રોડ રૂા.1900 લાખ તેમજ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયાથી ખરેડીથી ડેરી રોડ 13 કીમી રોડ રૂા.660 લાખ તેમજ નિકાવાથી નાના વડાળાથી ડેરી રોડ 13 કીમી રોડ રૂા. 520 લાખ તેમજ કાલાવડ રાજકોટ રોડ પર આવેલ અતિ ભયજનક સુરસાંગડાની ગોલાઇ દૂર કરવા માટે રૂા. 198 લાખ સરકારમાંથી મંજૂર કરાવતા  મંજૂર થતાં ગ્રામજનો ખુશ ખુશાલ થયા છે. આ માટે કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા અને કેબીનેટ મંત્રી, આર.સી. ફળદુએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

Related posts

જામનગર જિલ્લા જેલમાં કેદીઓની હાલત કફોડી

Nawanagar Time

રણજીત સાગર નવપલ્લવિત, ખેડૂતોના હૈયા પુલકિત

Nawanagar Time

જામનગર લોકસભા બેઠક પર રાજકીય ‘ખૂંટિયા’ઓને અપક્ષ ઉમેદવાર વલ્લભભાઇ સોજીત્રાનો પડકાર

Nawanagar Time

Leave a Comment