Nawanagar Time
ગુજરાત જામનગર

વિશ્ર્વ ચકલી દિવસ : જામનગરમાં 20મીએ માળાનું વિતરણ

world-chakli-day-mala-distribution-at-jamnagar-on-20th

જામનગર:-ઘર આંગણાનું પક્ષી એટલે ચકલી છે, છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાંથી ચકલી લુપ્ત થતી જોવા મળી રહી છે અને એક સમયે ઘર આંગણે ફળીયા અને અગાસીમાં જોવા મળતી ચકલીઓ આજે જવલ્લે જ  જગ્યાએ એકલ ડોકલ સંખ્યામાં જોવા મળે છે ત્યારે તા.20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ અનેક વિધ કાર્યક્રમોનું આયોજન શહેરના જુદા-જુદા વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

વિશ્ર્વ ચકલી દિવસ પર નિ:શુલ્ક હજારોની સંખ્યામાં ચકલીના માળા વિતરણનો સારો પ્રતિસાદ મળ્યો છે અને શહેરીજનોમાં  આવતા માળા લગાવતા ચકલીઓ વસવાટ કર્યાના અનેક કિસ્સાઓ આયોજકોને મળ્યા છે ત્યારે તા. 20 માર્ચના ફરી એક વખત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચકલીના માળા અને પક્ષીને પીવા માટે પાણીના કૂંડાઓનું વિતરણ નિ:શુલ્ક કરવામાં આવશે.

ચકલીના માળાઓનું વિતરણ ઉપરાંત શહેરની શાળાઓમાં ચકલી બચાવો માટે જનજાગૃતિના કાર્યક્રમો, સ્ટીકર વિમોચન, પત્રિકા વિમોચન  સોશ્યલ મીડિયાના માધ્યમથી ચકલી બચાવો અભિયાન હાથ ધરવામાં આવશે. ચકલી બચાવો મહાઅભિયાનના આયોજકો, લાખોટા નેચર ક્લબના સુરેશભાઈ ભટ્ટ, નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, બર્ડ હોસ્પિટલના સંચાલક કેતનભાઈ નિરંજની એનિમલ હેલ્પલાઈનના અશોકભાઈ શાહ, જયેશભાઇ નવરંગ નેચર ક્લબ રાજકોટના વી. ડી. બાલાના જણાવ્યા અનુસાર તા. 20ના સવારે 9 વાગ્યે સાતરસ્તા બર્ડ  બપોરના 11 વાગ્યે લાલબંગલા સર્કલ અને સાંજે 4 વાગ્યે ડીકેવી સર્કલ પાસે સ્ટોલ ઉભા કરી નિ:શુલ્ક ચકલીના માળા અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવશે તો જેનો પક્ષી પ્રેમી, પર્યાવરણ પ્રેમી લોકોએ લાભ લેવા જણાવ્યું છે.

Related posts

જામનગરમાં ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ થયા સસ્પેન્ડ

Nawanagar Time

જામનગરના તત્કાલિન ડે. ડીડીઓને મળ્યું અધિક કલેકટરનું પ્રમોશન

Nawanagar Time

જામનગરની કામદાર વીમા યોજનાની હોસ્પિટલ ફાયર સેફ્ટિ વિહોણી

Nawanagar Time

Leave a Comment