Nawanagar Time
અમદાવાદ ગુજરાત

મોટેરા બનશે વિશ્ર્વનું સૌથી મોટું સ્ટેડિયમ

worlds-largest-stadium-will-become-motera

ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે રાજ્ય ક્રિકેટના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અમદાવાદના મોટેરા ખાતે નિર્માણાધિન આ સ્ટેડિયમના ફોટા તાજેતરમાં જ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (ૠઈઅ)ના વાઈસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ટ્વીટર પર શેર કર્યા છે. અત્યારે નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે.

પરિમલ નથવાણીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, “વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મેલબોર્ન કરતાં પણ વિશાળ એવું આ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદ શહેરના મોટેરામાં નિર્માણાધિન છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર ભારત માટે ગૌરવ બની જશે. અત્યારે તેના નિર્માણકાર્યની કેટલીક ઝાંખી અહીં ફોટા સાથે રજૂ કરી રહ્યો છું.”
અંદાજિત રૂ.700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો (એલ એન્ડ ટી) દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે. સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.
આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમના પાર્કિંગમાં 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે.

Related posts

આતંકીઓ કચ્છના અખાત વિસ્તારમાંથી ગુજરાતમાં ઘુસવાની ફિરાકમાં, તમામ સૈન્ય પાંખ સ્ટેન્ડ ટુ

Nawanagar Time

ખેડૂતના મુદ્દે ‘પાસ’ રિલાયન્સ, એસ્સાર સામે લડી લેવાના મૂડમાં

Nawanagar Time

સિક્કામાં પૂનમબેન માડમના કાર્યાલય ખૂલ્લું મૂકાયું

Nawanagar Time

Leave a Comment