Nawanagar Time
ગુજરાત જામનગર

વાહ, રે..! જામ્યુકો કર્મચારીએ રાજીનામું આપ્યું અને પત્રક બીલ લાખોમાં બન્યું !

wow-ray-jamnagar-municipal-corporation-employee-resigns-and-roll-bill-becomes-in-millions

વાયર મેનનો પગાર અઢી લાખ – શૌચાલય સહાય અપાઇ હતી.

‘જામ્યુકો’ના વધુ એક ભોપાળાથી તર્ક વિતર્ક: કર્મચારીઓમા પણ આશ્ર્ચર્ય

જામનગર:-જામનગર મહાનગરપાલિકાનું વધુ એક  બહાર આવ્યું છે જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીએ રાજીનામું આપ્યા બાદ આશ્ર્ચર્યજનક રીતે પત્રક-પગાર બીલ બની ગયું હતું અને લાખોના આ પત્રક બીલને ચુકવણી માટે લીલીઝંડી પણ મળી ગઇ હતી. જામનગર મહાનગરપાલિકાનું આ ભોપાળું બહાર આવતાં જ કર્મચારીઓમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યા છે આ ઉપરાંત શૌચાલય સહાય માટે પણ હજારોની રકમ ચુકવાઇ  હોવાની વાત બહાર આવી છે.  અનેક અજાયબીઓ સર્જવામાં જામનગર કોર્પોરેશનનો જોટો જડે તેમ નથી તેમાં વળી એક સ્ફોટક બાબત એ જાણવા મળી છે કે રાજીનામુ આપેલા કર્મચારીનું પગાર પત્રક-પગારબીલ બન્યુ, ચુકવાઇ પણ ગયું આવુ તો જામ્યુકોમાં જ થાય ને? એટલું જ નહીં સામાન્ય કર્મચારીનો પગાર લાખોમાં હોવાના પગાર બીલ  છે. તો વળી શૌચાલય સહાય અપાયના કિસ્સા પણ છે એસ્ટા બ્રાંચ કર્મચારીઓ-અધિકારીઓના પગાર પત્રક બનાવે છે જે ઓડીટમાં ગય છે ત્યારે એક કિસ્સામાં ઓડીટે કર્મચારીની ફાઇલ તપાસી તો તેને રાજીનામુ આપેલુ, રાજીનામુ મંજુર થઇ ગયેલુ છતાં તેના હાજર દિવસ 31 ગણી તેના પુરતા પગારનું પત્રક અને બીલ બની ગયુ  ચુકવાઇ ગયાની ગંભીર નોંધ ઓડીટે લિધી છે જોકે નીંભર એવા લગતને કંઇ અસર જ ન થઇ કંઇ પગલા પણ ન લેવાયા, વળી બીજો એક ચકચારી કિસ્સો એવો છે કે વાયરમેન જેવા ચોથાવર્ગના અને માંડ માંડ ત્રીજા વર્ગની નજીક એવા કર્મચારીના પગારનું બીલ રૂપિયા 218400 બન્યુ, બીજા વાયરમેનનું પણ લાખોમાં  બીલ બન્યુ છતાં કોઇ પુછવા વાળુ જ નથી. એક કાયમી વર્ગ-3ના કર્મચારી જેનો પગાર પાંત્રીસ હજારથી વધુ છે (હવે તે તો ઘણો વધી ગયો!

તેને શૌચાલય સહાયના 14 હજાર ચુકવાઇ ગયા હતા એ કર્મચારીએ બીપીએલ કાર્ડ રજૂ કરી અરજી કરી આ સહાય મેળવી લીધી છતાં કોઇ નડયુ નહતું બાદમાં  પર્દાફાશ થયો હતો.

‘અમુક’ પ્રકરણમાં ‘ઓડિટ’ની પણ મિલીભગત

‘અમુક’ વિભાગ ઓડીટ પેરા કાઢે છે, ફાઇલો પરત મોકલે છે, બીલ રોકી રાખે છે તો તેમાં દર વખતે કોર્પો.નું જ હીત નથી હોતુ સૌનો સાથ સૌનો વિકાસની યોજના પણ હોય છે અને જેમાં બાંધણુ થઇ ગયુ હોય તેવી સીવીલ-આરોગ્ય જેવી બ્રાંચના  ઝડપથી ઓકે પણ થઇ છે. અમુક ઇરાદા પૂર્વક રોકી પણ રખાય છે અને અમુક બ્રાંચ સામે ઓડીટ પણ ઘુંટણીએ પડી જાય છે.

Related posts

31મી માર્ચે લેવાશે ‘ગુજકેટ’ની પરીક્ષા

Nawanagar Time

આ ગ્રામ્ય વિસ્તારમાં 11 રાષ્ટ્રીય પક્ષીના મોત, તપાસનો ધમધમાટ શરૂ

Nawanagar Time

જિલ્લા પંચાયતના એસ.ઓ.ને પાંચ-પાંચ ચાર્જ સોંપાતા તબિયત લથડી

Nawanagar Time

Leave a Comment