Nawanagar Time
સ્પોર્ટસ

રેસલર નરસિંહે હાઇકોર્ટમાં સીબીઆઈને પડકાર્યુ.

wrestler-narasimha-challenged-cbi-in-the-high-court

રેસલર નરસિંહ યાદવે પોતાની ઉપર લાગેલા ડોપિંગની તપાસ ઝડપથી પૂર્ણ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું, ઘટનાને ત્રણ વર્ષ થયા, પરંતુ હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. તેના પર કોર્ટે સુનાવણી કરતા સીબીઆઈને ધીમી ગતીએ તપાસ કરવા માટે ફટકાર લગાવી છે. કોર્ટે સીબીઆઈના વકીલને કહ્યું, બે વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. તમે શું કરી રહ્યાં છો?

તપાસમાં વિલંબ થવા પર નરસિંહે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટર પર તેના માટે અપીલ કરી હતી. તેણે લખ્યું હતું, એક આંતરરાષ્ટ્રીય રેસલર માટે ન્યાય મેળવવો આટલો મુશ્કેલ થઈ રહ્યો છે તો એક સામાન્ય માણસ માટે કેટલું મુશ્કેલ હશે.

તેણે સીબીઆઈના વલણને લઈને પણ ટ્વીટ કર્યું, એક નાની ઘટનાની તપાસમાં સીબીઆઈ ત્રણ વર્ષ કરતા વધુ સમય કેમ લઈ રહી છે? હું હેરાન છું. સત્ય દરેક ભારતીયોને ખ્યાલ છે, તો પણ આ અધિકારીઓને કશો ફેર પડતો નથી. સિસ્ટમના શાસકો ક્યારેક દેશ હિતમાં વિચાર કરો. હું તમારા એક સપોર્ટથી ભારત માતા માટે 2020 ઓલમ્પિક મેડલ જીતીને લાવિશ.

2016 ઓલમ્પિક ગેમ્સના 20 દિવસ પહેલા નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેના ભોજનમાં કોઈએ કંઇક ભેળવી દીધું છે.

 

Related posts

ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ, 600થી વધારે ખેલાડી ટકરાશે

Nawanagar Time

લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદનો 5 વિકેટે રોમાંચક વિજય

Nawanagar Time

લોકડાઉનમાં પાંચ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાયા

Nawanagar Time

Leave a Comment