Nawanagar Time
ટેક્નોલૉજી

Xaiomi આપી રહ્યું છે 5000/- રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ,જાણો કઈ રીતે

xiaomi-is-giving-5000-discounts-up-to-rupees-learn-how
ફ્લિપકાર્ટ પર ત્રણ દિવસ માટે Mi Days સેલ

ચીનની સ્માર્ટફોન મેકર કંપની Xiaomiએ ઑનલાઈન શૉપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર નવા સેલની શરૂઆત થઈ છે. શાઓમીનો આ સેલ ‘Mi Days’સેલ ત્રણ દિવસ માટે છે. સોમવાર એટલે કે 28 જાન્યુઆરીથી બુધવાર સુધી ગ્રાહકો આ સેલનો લાભ લઈ શકશે. સેલ દરમિયાન શાઓમીના સ્માર્ટફોન્સ પર 5 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જાણો કયા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Xiaomi Redmi Note 6 Pro

શાઓમી રેડમી નોટ 6 પ્રો પર 3 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનનું 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 12,999 રૂપિયામાં મળી રહ્યું છે, જેની વાસ્તવિક કિમત 15,999 રૂપિયા હતી. બીજી તરફ ફોનનું 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 14,999 રૂપિયામાં મળી રહ્યું છે, જેની ઑરિજિનલ કિંમત 17,999 રૂપિયા હતી.

Xiaomi Redmi Note 5 Pro

શાઓમી રેડમી નોટ 5 પ્રો પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનનું 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 10,999 રૂપિયામાં મળી રહ્યું છે, જેની અસલ કિંમત 14,999 રૂપિયા હતી. બીજી તરફ ફોનનું 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 12,999 રૂપિયામાં મળી રહ્યું છે, જેની અસલ કિંમત 16,999 રૂપિયા હતી.

Xiaomi Redmi 6

Mi Days સેલમાં રેડમી 6 પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ ફોનનું 32GBવાળું વેરિએન્ટ 7,499 રૂપિયા અને 64GBવાળું મોડલ 8499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Xiaomi Poco F1

શાઓમી પોકો એફ1 પર સૌથી વધુ 5 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે. સ્માર્ટફોનનું બેઝ મૉડલ (6GB રેમ+64 GB સ્ટોરેજ) રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 18,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. બીજી તરફ 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ ફોનનું 6GB રેમ + 128 GB ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 21,999 રૂપિયા અને 8GB રેમ + 256GB ઈન્ટરનલ સ્ટોરેજવાળું વેરિએન્ટ 25,999 રૂપિયામાં મળી રહ્યું છે.

 

Related posts

સરકારની તમામ ઓનલાઈન સેવાઓ આજથી મધરાતથી બંધ, Online Black Out

Nawanagar Time

સેમસંગ ગેલેક્સી M40ની કિંમત ₹25,000 રહે તેવો અંદાજ, ફોનમાં 5000mAhની બેટરી હશે

Nawanagar Time

સ્માર્ટ લોકમાં મોબાઈલ જેવું ફિંગરપ્રિન્ટ સ્કેનર, ચાવીની જગ્યાએ આંગળીના ટચથી તાળું ખૂલે

Nawanagar Time

Leave a Comment