Nawanagar Time
ટેક્નોલૉજી

Xiaomi એ કરી આ એપ લોન્ચ, જાણો શું છે આ ખાસ એપમાં ??

Xiaomi launched the Mi Pay App

Mi Pay લોન્ચ:-

શાઓમીએ ભારતમાં પોતાની ડિજિટલ સર્વિસ Mi Pay લોન્ચ કરી છે. ચીનની કંપનીએ PayU અને ICICI બેંક સાથે ભાગીદારી કરીને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન રજૂ કર્યું છે. શાઓમીની આ સર્વિસ યૂપીઆઈ આધારિત છે અને દેશમાં બીટા ટેસ્ટર્સને આ સર્વિસ માટે આમંત્રણ આપ્યું છે. MIUI એપ્સ જેવી કે SMS, કોન્ટેક્ટ્સ દ્વારા બીટા ટેસ્ટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. બીટા ટેસ્ટર બનવા માટે તમારી પાસે MIUI Global Beta ROM હોવું જરૂરી છે

Mi Payમાં શું હશે ખાસ?

MI PAY ની સૌથી ખાસ બાબત છે કે આમાં દરેક મોટી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો સપોર્ટ મળશે. મહત્વની બાબત છે કે ગૂગલ પે કે વ્હોટ્સએપ પેમેન્ટમાં આ ફીચર ઉપલબ્ધ નથી. યૂઝર્સ Mi Payથી યૂપીઆઈ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. આ સિવાય મોબાઈલ ફોન, ડીટીએચ રિચાર્જ, ગેસ, વિજળી અને પાણીનું બિલ ભરી શકશે. અન્ય પેમેન્ટ સર્વિસની જેમ યૂઝર્સ બીજા યૂપીઆઈ પાસેથી રૂપિયા માગી શકશે. આ સિવાય ખર્ચ પણ કરી શકશે.

અંગત QR કોડ બનાવી શકાશે.

MI પે દ્વારા તમારું બેન્ક અકાઉન્ટ લિંક અને અનલિંક કરી શકો છો. આ સિવાય પોતાના અકાઉન્ટ માટે યૂપીઆઈ પીન મોડિફાઈ પણ કરી શકો છો. યૂઝર્સ રૂપિયાની લેવડદેવડ માટે અંગત QR કોડ પણ બનાવી શકશે. Bharat QR કોડ સહિત દરેક પ્રકારના QR કોડ સ્કેન કરવાની સુવિધા મળશે. શાઓમીએ નેશનલ પેમેન્ટ્સ ઓફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) પાસેથી Mi Pay માટે મંજૂરી મેળવી છે. એટલે આગામી અઠવાડિયાઓમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ વધારે યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

આ રીતે સરળ બનશે પેમેન્ટ.

XiaomiMi Pay ને પોતાના MIUI ઈન્ટરફેસ સાથે એ પ્રકારે સંગઠિત કર્યું છે કે યૂઝર્સ ફોન દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકે. શાઓમીના ફોનમાં Contacts, SMS, Scanner અને App Vault જેવી એપ્સ સાથે આ સર્વિસનો ઉપયોગ ખૂબ સરળ રહેશે. શાઓમીના મતે યૂઝર જનરેટેડ ડેટાને ભારતમાં કંપનીના ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટોર કરવામાં આવેશે. Xiaomi Mi Pay શરૂઆતમાં MIUI Beta ROM પર ચાલતા શાઓમી ફોન યૂઝર્સના બીટા વર્ઝન પર ઉપલબ્ધ થશે. ઈચ્છુક યૂઝર્સ 31 ડિસેમ્બર સુધી મી પે વેબસાઈટ પર મી પે માટે સાઈન અપ કરી શકે છે.

Related posts

ગૂગલનાં યુઝર્સ હવે સર્ચ રિઝલ્ટ અને લોકેશન ઓટો ડીલિટ કરી શકશે

Nawanagar Time

Appleનું iPhone X મળશે હવે ઓછી કિંમતે,વધુ જાણો કેવી રીતે અને શું હશે ઑફર્સ…

Nawanagar Time

કોરોનાગ્રસ્તના છાતીના નિદાન માટે જી.જી.માં અદ્યતન એક્સ-રે મશીન ઈન્સ્ટોલ

Nawanagar Time

Leave a Comment