Nawanagar Time
ટેક્નોલૉજી

Xiaomi ભારતમાં લૉન્ચ કરશે આ ગજબનું વાયરલેસ પ્રોડક્ટ

xiaomi-will-launch-this-wireless-product-in-india

ચીનની ફોન નિર્માતા કંપની Xiaomi પોતાનો સ્માર્ટફોન Mi 9ની સાથે નવી પાવરબેન્ક પણ લૉન્ચ કરશે. આ પાવર બેન્કની ખાસિયત છે કે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ વાયરલેસ ચાર્જિગ સપોર્ટવાળી કંપનીની પહેલી પાવરબેન્ક છે. આ પાવરબેન્કની ક્ષમતા 10,000mAhની હશે. MSPના રિપોર્ટ અનુસાર કંપની આ પાવરબેન્કને 20,000mAh વેરિયન્ટ પણ લૉન્ચ કરી શકે છે. હાલ આ ડિવાઈસના લોન્ચીંગ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

20 ફેબ્રુઆરીએ લૉન્ચીંગ

કંપની 20 ફેબ્રુઆરીએ Mi 9 રજૂ કરવાની છે.  સમાચાર આવી રહ્યા છે કે Mi 9ના કેટલાક સમય બાદ Redmi Note 7 Pro પણ લૉન્ચ કરી દેશે. ફેબ્રુઆરીની અંતમાં કે પછી માર્ચની શરૂઆતમાં Redmi Note 7 Pro લૉન્ચ કરવામાં આવશે. ચીનની વેબસાઈટ પર નવા ફોનનો એક ટીઝર નજરે ચડી રહ્યુ છે. જેમાં Pro લખ્યુ છે. આનાથી સ્પષ્ટ છે કે કંપનીએ પોતાના તરફથી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Redmi Note 7 Pro ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 ચિપસેટ સાથે આવશે. ફોનની બેટરી mAhની હશે, આ ફોનમાં સ્નેપડ્રેગન 675 ચિપસેટ છે જે ખુબજ પાવરફુલ છે જો કે ક્વોલકોમે આનો ભાવ ઓછો રાખવા તેમાં સ્લો GPU,ઓછા રેટિંગ વાળો ISP આપ્યો છે.

Related posts

ઈ-આશીર્વાદ! ભારત સરકારની વિવિધ ઉપયોગી ઍપ્લિકેશન્સ

Nawanagar Time

નોકિયા 6.1 પ્લસ હવે 6GB રેમ વેરિએન્ટમાં થશે લોન્ચ, જાણો કિંમત

Nawanagar Time

Instagram પર આવ્યું નવું ફીચર, હવે મોકલી શકશો તમે વોઇસ મેસેજ…

Nawanagar Time

Leave a Comment