Nawanagar Time
નેશનલ

કાશ્મીરમાં સેનાની 100 કંપની ઉતારાઈ: યાસિન મલીકની ધરપકડ

yasin-maliks-arrest-100-indian-army-fighter-jets-in-kashmir

પુલવામા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર અંગે મહત્ત્વના સુરાગ મળ્યાં: સેનાને હાઈએલર્ટ

શ્રીનગર:-જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદને હવા આપનાર મોટા નેતાઓમાં સામેલ યાસીન મલિકની શુક્રવારે મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ, સેનાને  કરી સરકાર દ્વારા 100 કંપનીઓને કાશ્મીર ખીણ વિસ્તારમાં મોકલવામાં આવી છે. બીજી તરફ, પુલવામા હુમલા કેસમાં સીઆરપીએફની બસ સાથે ટકનાર ઈકો કાર અંગે તપાસનીશ ટીમને મહત્ત્વના સુરાગ મળ્યાં હોવાનું બહાર આવ્યું છે.

ગૃહ મંત્રાલયે અર્ધસેના બળની 100 કંપનીઓને જમ્મૂ-કાશ્મીર મોકલી છે. જોકે હજુ કોઈ નેતાની અટકાયત કે ધરપકડ કરી  વાત જાણવા મળી નથી. યાસીન મલિકની ધરપકડ પણ એટલે મહત્વની માનવામાં આવે છે કારણકે માત્ર બે દિવસ પછી જ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવતી બંધારણની કલમ 35-એ વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

યાસીન મલિકની શ્રીનગરના માઈસુમામાં આવેલા તેના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછી તેની પૂછપરછ માટે  કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, બંધારણની કલમ 35-એ વિશે સુનાવણી પહેલાં પ્રશાસન દ્વારા આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

કલમ 35-એ પ્રમાણે જમ્મૂ-કાશ્મીરની બહારની વ્યક્તિને આ રાજ્યમાં સ્થિર મિલકત્ત ખરીદી શકતી નથી. બંધારણની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને પુલવામા  8 જિવસ પછી જ આ મહત્વનું પગલું લીધું છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં મોટી માત્રામાં અર્ધ સૈન્ય બળ મોકલવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ગૃહ મંત્રાલયે અર્ધ સૈન્ય બળની 100  ખીણમાં મોકલી છે. તેમાં સીઆરપીએફની 35, બીએસએફની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે.

Related posts

એલઆઈસીના ખાનગીકરણનો વિરોધ, કાલે હડતાલ

Nawanagar Time

એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપમાં 27 વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો

Nawanagar Time

29મી સુધી ફાસ્ટેગ મળશે મફતમાં

Nawanagar Time

Leave a Comment