Nawanagar Time
સ્વાદ પકવાન હેલ્થ ટીપ્સ

શિયાળામાં કમરના દૂ:ખાવાથી પરેશાન છો?તો બનાવો આ મેથીના લાડુ…

you-bother-eating-winter-waist-du-create-if-the-fenugreek-laddu

શિયાળો આવતાજ આપણા ઘરમાં ઠંડીથી બચવા અને આખુ વર્ષ આપણુ આરોગ્ય જળવાય તેવા વસાણાઓ મીઠાઈઓ બનવા લાગે છે. તલ, ગોળ, સાકર, શેરડી, બોર, ચણા, અડદ, મેથી આ બધી વસ્તુઓ ખાવાના ઉપયોગમાં વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખાસ મેથીના લાડુ જેને ખાવાથી તમે સ્વાદની સાથે સાથે આરોગ્ય પણ મેળવી શકશો.

મેથીના લાડુ બનાવવા જોશે સામગ્રી

અઢી કપ ઘી, 2 કપ ગોળ, અડધો કપ કાજૂનો કરકરો ભૂકો, અડધો કપ બદામનો કરકરો ભૂકો, 1 કપ નાળિયેરનું ખમણ, ૩ ટે.સ્પૂન ગંઠોડાનો પાઉડર, 2 ટે.સ્પૂન સૂંઠનો પાઉડર

બનાવવાની રીત:

મેથીને બે દિવસ ગોળના ભૂકામાં રાખો. જેથી મેથીની કડવાશ નીકળી જશે. ચણાનો લોટ, અડદનો લોટ અને ઘઉના લોટમાં ગરમ ધી અને દૂધનું મોણ નાખીને 15 મિનિટ ધાબો દઈને રાખો. લોટને હળવે હાથે મસળીને તેને ચાળી લેવો. નૉન સ્ટીક કડાઈમાં ઘી લઈને લોટને શેકી લેવો.

લોટ શેકાતો હોય ત્યારે તેમાં કાજૂ અને બદામનો ભૂકો ભેળવી. સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો. ઠંડો થાય એટલે તેમાં મેથી અને ગોળનું મિશ્રણ ભેળવીને બરાબર હલાવી લેવું. ખાંડ, ગંઠોળા પાઉડર, સૂંઠ પાઉડર, નાળિયેરનું ખમણ, ભેળવો. આ લાડુ 15 દિવસ સુધી સારા રહે છે.

મેથીના લાડુ સ્વાદમાં કડવા લાગે છે. પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. કમરના દુખાવામાં રાહત થાય છે. મોટાભાગે મહિલાઓને કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે તો આવા સમયે આવા લાડુ ખાવાથી ફાયદો થશે.

Related posts

ખુશ રહેવું છે તો હસતાં રહો, કારણ કે તેનાથી સકારાત્મક વિચારો આવે છે

Nawanagar Time

ફ્રાય કર્યા વગર બનાવો આ ટેસ્ટથી ભરેલી કચોરી…

Nawanagar Time

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ખાટા ઢોકળા

Nawanagar Time

Leave a Comment