Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ઘરના આ 4 કામ કરીને તમે 130થી 350 જેટલી કેલરી બર્ન કરી શકો છો

you-can-burn-between-130-and-350-calories-by-doing-this-4-home-work

કેટલાયે રિસર્ચમાં એ સાબિત થઇ ચૂક્યું છે કે જો રોજ 2 કલાક ઘરના કામ કરવામાં આવે તો સહેલાઈથી કેલરી બર્ન થવા લાગે છે. વજન ઘટાડવાનો આ ઉપાય જિમનો ખર્ચ પણ બચાવે છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા સિંહ એવા કેટલાક ઘર કામ જણાવી રહી છે જેને કરીને તમે ફિટ રહી શકો છો.

જિમનો ખર્ચ બચશે કચરા-પોતું કરીને કચરો સાફ કરીને અને પોતું લગાવીને 300થી 350 કેલરી બર્ન થાય છે. તેનાથી હાથ સુડોળ બને છે અને અપર બોડી પાર્ટ્સના મસલ્સ મજબૂત થાય છે. પોતું કરવું માટે તમે વારંવાર ઝૂકો તો તેનાથી પેટ અને જાંઘ પર જામેલી ફેટ ઓછી થવા લાગે છે.

ગાર્ડનિંગ ગાર્ડનિંગ કરવાથી માંસપેશીઓની કાર્યક્ષમતા વધે છે. તેનાથી જોઈંટ્સમાં લચક પણ આવે છે. જો તમે અડધો કલાક ગાર્ડનમાં પાણી આપો અથવા નિંદણ-રોપવાનું કામ કરો તો પેટ, હાથ અને હિપ્સ પર દબાણ વધે છે. તેનાથી લગભગ 400 કેલરી બર્ન થાય છે.

બાથરૂમ સફાઈ તેમાં સૌથી વધુ પગ, પેટ અને હિપ્સના આસપાસના મસલ્સ કામ કરે છે. સાથે જ હાથ તેમજ ખભાને વધુ મજબૂતી મળે છે. બાથરૂમની ટાઇલ્સની સફાઈ કરવી પેટ તેમજ હિપ્સની ચરબી ઘટાડવાનો પણ સહેલો ઉપાય છે. તેને કરવાથી લગભગ 200 કેલરી બર્ન થાય છે.

કપડાં ધોવા વોશિંગ મશીનની જગ્યાએ હાથથી કપડાં ધોવાની પ્રક્રિયા તમને ફિટ રાખવામાં મદદ કરી શકે છે. કપડાં ધોવા દરમિયાન તમારા આખા શરીરની કસરત થાય છે. એક કલાક કપડાં ધોવાથી અને સૂકવવાથી 130થી 150 કેલરી બર્ન કરી શકાય છે.

Related posts

મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

Nawanagar Time

આ કારણોથી થાય છે સૌથી વધુ કેન્સર નું વધુ જોખમ ,જાણો તેથી બચવાના ઉપાયો…

Nawanagar Time

ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો

Nawanagar Time

Leave a Comment