જામનગર : જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર 200 રૂપિયાની રિક્ષા ભાડાની ઉઘરાણીના પ્રશ્ર્નનો એક શખસે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા સમીર નુરમામદભાઈ સંધી નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે ઈરફાન ઉર્ફે અઘોરી ઉમરભાઈ ખીરા નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ યુવાન પાસે આરોપી રિક્ષા ભાડાના 200 રૂપિયા માંગતો હતો જે રૂપિયા ફરિયાદી યુવાન આપી નહીં શકતાં માર માર્યો હતો અને છરી વડે હૂમલો કરવા જતાં હાથ આડો ધરવાથી જમણા હાથમાં છરીનો ઘા વાગ્યો હતો. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.