Nawanagar Time
ગુજરાત જામનગર

કચરામાં ફેંકાયેલા રાષ્ટ્રધ્વજને માનભેર એકત્રિત કરી રાષ્ટ્રભકિત દર્શાવતાં યુવાનો

youngsters-showing-nationalized-by-collecting-the-thrown-out-national-flag-in-honor

જામનગર:-રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી આપીને જ દેશભક્તિ થાય તેવું જ નથી પરંતુ લોકો દ્વારા રાષ્ટ્રધ્વજ ખરીદી અને રોડ ઉપર કચરાની માફક પડ્યા રહે અને પગ નીચે કચડાઈ તે ઉપાડવા એ પણ એક દેશ ભક્તિ જ છે જે સાર્થક કરતા સત્ય સાઇ સ્કૂલના  વિદ્યાર્થીઓ કે જે ચાર ઝોનમાં ફરી અને આવા નીચે ફેકાયેલા અને કોક ના પગ નીચે આવતા આપણા રાષ્ટ્રધ્વજને એકત્રીકરણ કરવાનું ખુબ સરસ કામગીરી તેને આવકારવા જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી શાસક પક્ષના નેતા દિવ્યેશ ભાઈ અકબરી, વોર્ડ નંબર 13ના કોર્પોરેટર કેતનભાઈ નાખવા, કસ્ટમ અને એક્સાઈઝના સુપ્રિટેન્ડેન્ટ દિલીપભાઈ સોલંકી, વિજયભાઈ નાખવા, એ ટી અતરવાલા, ગીગાભાઈ ભેલવાળા, બ્રહ્મસમાજ અગ્રણી અશોકભાઈ કલ્યાણી, દલિત સમાજ અગ્રણી વિજયભાઈ ભામભી, કિરીટ ફરસાણ માર્ટ તરફથી ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવા આવેલ તેમજ લત્તાવાસીઓ લોકો દ્વારા આવા સારા કાર્યને પ્રોત્સાહિત કરી સત્કાર કરવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજયભાઈ નાખવા તથા કોર્પોરેટર કેતનભાઇ નાખવા દ્વારા કરવામાં આવેલ હતું

આ કામગીરી કરવાવાળા “ભવિષ્ય સંસ્થા” પ્રણવ વ્યાસ, શૌર્ય શાહ, ચંદ્રેશ મંગે, રવિ ચુડાસમા, રઘુ ચેતરિયા, વિરાજ શાહ, દીપેશ સોલંકી, શાલિન ઠાકર, માન કટારિયા, સિદ્ધ પારેખ, મહેક ચંદરિયા, શાહિન પૂંજાણી, ધૃતિ કુંડલ વગેરે વિદ્યાર્થીઓ જોડાયેલા.

Related posts

જામનગરના એસ.ટી. ડેપો મેનેજર બે દિવસથી મંજૂરી વગર ગેરહાજર

Nawanagar Time

કલ્યાણપુર તાલુકાના નંદાણામાં ખનિજ માફિયાઓએ શહીદ પરિવારને પણ ન છોડ્યો

Nawanagar Time

કાનાલુસમાં એસ.ટી. આવતી નથી, ટ્રેન બંધ: હવે જામનગર જવું કેમ?

Nawanagar Time

Leave a Comment