Nawanagar Time
ગુજરાત જામનગર

યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ. દ્વારા પેપરોના રીચેકીંગ તથા ગ્રેસીંગ માર્કને મંજુરી

youth-congress-and-nsui-rectifying-papers-and-approval-by-grinding-marker

જામનગર:-બી.કોમ. સેમેસ્ટર-3 નું ર8 ટકા જેટલું પરિણામ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા  કરવામાં આવ્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એક કરતા વધુ વિષયોમાં નાપાસ થયા છે. જામનગરના તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સાથે રાખીને જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જામનગરના સેનેટ સભ્ય ડો. તૌસીફખાન પઠાણની આગેવાનીમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને ઉપકુલપતિને નબળા પરિણામ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના પેપર ફરીથી ચેક કરીને ગ્રેસીંગ  દ્વારા વિદ્યાર્થીઓને પોઝિટિવ પરિણામ આવ્યું છે.

યુનિવર્સિટીમાં પેપર રી-એસેસમેન્ટની પ્રક્રિયામાં સેમેસ્ટર-1 થી પ માં ફક્ત એક પેપર ખોલાવી શકાય અને સેમેસ્ટર-6 માં બે પેપર ખોલાવવાનો નિયમ છે. પરંતુ બી.કોમ. સેમેસ્ટર-3 માં મોટાભાગના વિદ્યાર્થીઓ એક કરતાં વધુ વિષયમાં ફેઈલ થયા હોવાને લીધે એક કરતાં વધુ પેપર ખોલાવી શકે તે માટે  આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. આ વ્યાજબી માંગણીને ધ્યાનમાં લઈને બી.કોમ. સેમેસ્ટર-3 ના તમામ વિદ્યાર્થીઓને 3 પેપર ખોલાવવા (રી-એસેસમેન્ટ) ની સૌરાષ્ટ્ર યુનિ., દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમામ બી.કોમ. સેમે.3 ના વિદ્યાર્થીઓ જે એક કરતાં વધુ વિષયોમાં ફેઈલ થયા હોય અને જો યુનિવર્સિટીમાં પેપર રી-એસેસમેન્ટ કરાવવા માંગતા હોય  રર-3-ર019, શુક્રવાર સુધીમાં પોતાની જે-તે કોલેજમાં અરજી કરવાની રહેશે.

Related posts

જામનગરમાં કોરોનાથી દરરોજના 15થી 20 મોત: વિક્રમ માડમ

Nawanagar Time

માત્ર પ્રોટીન પાઉડર ખાવાથી બોડી બનતું નથી : કરણદેવસિંહ જાડેજા

Nawanagar Time

સ્વાઈન ફલૂનો અજગર ભરડો: 24 કલાકમાં 3 ના મોત

Nawanagar Time

Leave a Comment