Nawanagar Time
સ્પોર્ટસ

યુસુફ પઠાણની સનરાઇઝર્સ હૈદરાબાદને  શાનદાર દાવત

yusuf-pathans-sunrisers-hyderabads-coolest-innings

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને યૂસુફ પઠાણે પાર્ટી આપી હતી. પોતાના મેરેજ એનિવર્સરી પર આખી ટીમને યૂસુફે દાવત આપી હતી. યૂસુફ અને તેની પત્ની અફરીન ખાનના લગ્નને છ વર્ષ પૂરા થયા છે. આ દાવત પછી યૂસુફના સાથી ખેલાડીઓએ તસવીરો શેર કરીને તેનો આભાર માન્યો હતો અને મેરેજ અનિવર્સરીના અભિનંદન પાઠવ્યા હતા.

36 વર્ષના યૂસુફે આ પહેલા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે હેપ્પી એનિવર્સરી માય લવ.

સનરાઇઝર્સની ટીમ હાલના સમયે હૈદરાબાદમાં છે. જે તે શુક્રવારે પોતાની આગામી મેચ રાજસ્થાન સામે રમશે. પ્રથમ મેચમાં પરાજય પછી હૈદરાબાદની ટીમની જીતની જરુર છે.

ટીમના ઘણા ખેલાડીઓએ પણ દાવતના ફોટા શેર કરીને યુસુફ પઠાણનો શાનદાર પાર્ટી માટે આભાર માન્યો હતો

Related posts

ધોની જો ફિટ હોય તો તેને ભારત માટે રમવુ જોઇએ :રોહિત

Nawanagar Time

દેશના 29 ખેલાડીઓ અર્જુન અવોર્ડ માટે નામાંકિત

Nawanagar Time

ભારત અને ઇંગ્લેન્ડ જીતી શકે છે વર્લ્ડ કપ: યુવી

Nawanagar Time

Leave a Comment